Mon. Mar 8th, 2021
             

ઇસરોના મોટા વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાએ દાવો કર્યો છે કે તેમને 2017 માં ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં આ દાવો કર્યો છે. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે તેને આ ઝેર કોણે આપ્યું અને કેમ તે વિશે તેમને કોઈ ખ્યાલ નથી. તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ ઝેર તેને બેંગલોરમાં પ્રમોશન ઇન્ટરવ્યૂ દરમિયાન આપવામાં આવેલા નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. એક મીડિયા હાઉસ સાથેની વાતચિતમાં તપન મિશ્રાએ તેની ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરી હતી. તેઓએ કહ્યું કે ઘરે જે આર્સેનિક આપવામાં આવે છે ઓર્ગેનિક હોય છે તેને આપવામાં આવેલ ઝેર એક અનઓર્ગેનિક ઓર્સેનિક હતું. આનો એક ગ્રામ માણસને મારવા માટે પૂરતુ છે.

બે વર્ષ સુધી બ્લિડિંગ ચાલુ રહ્યું

image soucre

તપન મિશ્રાએ કહ્યું- આ પછી મારે સતત બે વર્ષ સુધી સારવાર લેવી પડી, તેથી જ મેં આ વિશે કોઈની સાથે વાત કરી નથી. હું ભાગ્યશાળી છું કે હુ બચી ગયો કારણ કે આ ઝેર લીધા બાદ કોઈ જીવતું રહેતુ નથી. આ ઝહેરની અસર અંગે વાત કરતા તપન મિશ્રાએ જણાવ્યું કે જે લંચ પછી ભરાયેલા મારા પેટમાં રહે અને ત્યાંથી સમગ્ર શરીરમાં ફેલાઇને બ્લડ ક્લોટીંગ કરે અને થોડી જ વારમાં મારું હાર્ટ એટેકમાં મોત થાય. પણ મને સાઉથ ઇન્ડિયન ફૂડ ન ભાવતું હોઈ મેં લંચ લીધું ન હતું.

image soucre

મેં ચટણી સાથે થોડો નાસ્તો કર્યો જેથી મોટાભાગનું કેમિકલ પેટમાં વધુ ન ટકતાં સીધું મોટા આંતરડાથી થઇને મારા રેક્ટમમાં પહોંચ્યું અને ત્યાં ખૂબ ડેમેજ કર્યુ. પેટમાં થોડા બચેલા આર્સેનિકને લીધે બે વર્ષ સુધી મને એટલું બ્લીડિંગ થયું કે મેં 30થી 40 ટકા લોહી શરીરમાંથી વહી ગયું હતું. હું જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યો છું અને ઇચ્છું છું કે લોકો તેના વિશે જાણે કે મારી સાથે થયું. જેથી જો હું મરી જઈશ તો બધાને ખબર પડે કે મારી સાથે શું થયું છે.

તપન મિશ્રાએ એઈમ્સનો મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો

image soucre

તપન મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે ઇસરોમાં આપણને મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મૃત્યુના સમાચાર મળતા રહ્યા છે. વર્ષ 1971 માં પ્રોફેસર વિક્રમ સારાભાઇનું અવસાન શંકાસ્પદ હતું. ત્યારબાદ 1999 માં વીએસએસસીના ડાયરેક્ટર ડો. એસ. શ્રીનિવાસનના મોત પર પણ સવાલો ઉભા થયા હતા. એટલું જ નહીં 1994 માં શ્રી નાંબિનનારાયણનો મામલો પણ બધાની સામે આવ્યો હતો. પણ મને ખબર નહોતી કે એક દિવસ હું આ રહસ્યનો ભાગ બનીશ.

તપન મિશ્રાએ ફોરેન્સિક રિપોર્ટ પણ પોસ્ટ કર્યો

તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે 23 મે 2017 ના રોજ તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇક્સાઇડ (Arsenic Trioxide) આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેની હાલત ખરાબ હતી. ઇન્ટરવ્યૂ પછી, તે ખૂબ જ મુશ્કેલીથી બેંગ્લોરથી અમદાવાદ પાછો આવ્યો. મને ગંભીર શ્વાસની બીમારી, ચામડી પર ફોલ્લીઓ, ચામડી ઉતરવી, નખ ઉતરી જવા, ન્યુરોલોજીકલ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ થઇ. ઝાયડસ કેડિલા અમદાવાદ, ટાટા મેમોરીયલ મુંબઇ અને એઇમ્સદિલ્હી હોસ્પિટલોએ બે વર્ષ મારી પાછળ ખૂબ મહેનત કરી. એઇમ્સના ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, તેમની કારકિર્દીમાં આસેસિનેશન ગ્રેડ મોલેક્યલર As2O3થી કોઇ બચ્યું હોય તેવો આ પ્રથમ કેસ છે. આ ઉપરાંત તેમને ગુદા માર્ગમાંથી પણ લોહિ વહેતુ હતું. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આર્સેનિક ડિપોજિસન અને શરીરના બહાર અને અંદરના અંગો પર ફંગલ ઈન્ફેક્સન થઈ ગયું હતું.

ચંદ્રયાન-2 ના લોન્ચિંગના બે દિવસ પહેલા હુમલો

image soucre

તપન મિશ્રાએ તેની સારવાર ઝાયડસ કેડિલા અમદાવાદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઇ અને એઈમ્સ દિલ્હી ખાતે કરાવી હતી. તેને આ સારવાર માટે લગભગ બે વર્ષ લાગ્યાં. તપન મિશ્રાએ પણ તેમના દાવાની સાબિતી તરીકે તપાસ અહેવાલ, એમ્સ ફોર્મ અને તેના હાથ અને પગના કેટલાક ફોટા ફેસબુક પર પોસ્ટ કર્યા છે. તો તેમણે બીજો ઘટસ્ફોટ કરતા કહ્યું કે 2018માં ઈસરોમાં એક બ્લાસ્ટ થયો હતો જેમા હુ બચી ગયો હતો. આ બ્લાસ્ટમાં 100 કરોડની લેબ ધ્વસ્ત થઈ ગઈ હતી. તો બીજી એક ઘટના અંગે વાત કરતા તેમણે કહ્યું કે ચંદ્રયાન-2 ના લોન્ચિંગના બે દિવસ પહેલા પણ મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મારા ઘરમાં ઝેરી સાપ પણ છોડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *