જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ પોતાના જ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. આ મૃતક વિદ્યાર્થી ધો. 10માં નાપાસ થયા બાદ ટ્યુશનની તૈયારી કરતો હતો. જો કે વિદ્યાર્થીના આપઘાતને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના આપધાતથી પરિવારજનો શોકમગ્ન.
મૃતક વિદ્યાર્થીનું નામ ઉત્સવ છે. અને તે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીપરિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૃતક વિદ્યાર્થી જે.પી સ્વામીના સાનિધ્યમાં અભ્યાસ કરતો હતો. આપધાતનું કારણ હાલ અકબંધ છે. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.