ગુજરાતમાં સ્કૂલો અને શિક્ષકો માટે બદલાયા નિયમ

             

રાજ્ય સરકાર દ્વારા 11મી જાન્યુઆરીથી ધો.10-12ની સ્કૂલો શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત બોર્ડે પણ બોર્ડ પરીક્ષાની તૈયારી આરંભી દીધી છે. રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ શરૂ થયેલી નવી સ્કૂલોની અને હયાત સ્કૂલોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે 11મીથી સ્કૂલોએ શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બોર્ડના પરિપત્ર મુજબ ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાતા પહેલા સ્કૂલોનું અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન થવું ફરજીયાત છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જે મુજબ આ વર્ષે શરૂ થયેલી નવી સ્કૂલે નવું રજિસ્ટ્રેશન કરી તમામ વિગતો ભરવાની રહેશે અને જુની સ્કૂલે ગત વર્ષે કરેલા રજિસ્ટ્રેશનમાં ધો.10-12ના વર્ગો વધ્યા હોય કે ઘટયા હોય તેની વિગતો નોંધવાની અને માહિતી સુધારવાની રહેશે. બોર્ડનું 15મી બાદ પરીક્ષા ફોર્મ ભરાવવાનું શરૂ થનાર છે. સ્કૂલો બોર્ડ પરીક્ષા બાદ ઉત્તરવહી મુલ્યાંકનમાં શિક્ષકોને મોકલતી ન હોઈ અને ઓછા અનુભવ વાળા શિક્ષકો મોકલતી હોવાથી બોર્ડ દ્વારા ઓનલાઈન ટીચર રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામા આવ્યું છે. ત્યારે ટીચર રજિસ્ટ્રેશનમાં નવા નિમણૂંક થયેલા શિક્ષકો ઉમેરવાના રહેશે અને છુટા થયેલા કે નિવૃત થયેલા શિક્ષકોને ઈનએકટિવ કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજદ્રોહ કેસમાં અભિનેત્રી કંગના પોલીસ સ્ટેશનમાં થઈ હાજર

Sat Jan 9 , 2021
Post Views: 10               બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલી ખત્મ નથી થઈ રહી. કંગનાની કાયદાકીય લડત ચાલુ છે. તેઓ પોતાના ઘરને લઈને બીએમસી સામે લડત લડી રહી છે. ત્યારે બીજી તરફ કંગનાને બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું છે. કંગના પર બોલિવુડમાં પોતાના […]

You May Like

Breaking News