Tue. Mar 9th, 2021
             

સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન છે. ગયા વર્ષે જીડીપી 4.2 ટકા નોંધાઈ હતી. કોવિડને કારણે ચાલુ વર્ષે અર્થતંત્રમાં ઘટાડો થયો હોવાનું એનએસઓ દ્વારા જણાવાયું છે. 2020-21માં વાર્ષિક જીડીપી 134.40 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે.

દેશના અર્થતંત્રનો વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષમાં -7.7 ટકા રહેવાનો અંદાજ છે. કોરોનાને લીધે આર્થિક પ્રવૃત્તિઓમાં જે ઘટાડો થયો છે તે તેની પાછળનું સૌથી મોટું કારણ છે. વર્ષ 1979-80 બાદ પ્રથમ વખત કોઈ વર્ષમાં વૃદ્ધિ દર નેગેટીવ થયો છે. 41 વર્ષ બાદ દેશમાં નેગેટીવ ગ્રોથ થશે. ગયા વર્ષે દેશનો ગ્રોથ રેટ 4.2 ટકા રહ્યો હતો, જોકે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ વૃદ્ધિ દર -23.9 ટકા રહી હતી. બીજા ત્રિમાસિક ગાળમાં સ્થિતિ સારી થઈ છે અને હવે આ ઘટાડો -7.5 ટકા રહ્યો છે. આગામી બજેટ આ આંકડા પર આધારિત હશે. નેશનલ સ્ટેટેસ્ટીક ઓર્ગેનાઈઝેશન તરફથી જાહેર કરવામાં આવેલા વર્ષ 2020-21ના આગોતરા અંદાજ પ્રમાણે અર્થતંત્રના બીજા સેક્ટરનો ગ્રોથ નેગેટિવ છે. કૃષિ ગ્રોથ રેટ આ વર્ષ 3.4 ટકા રહી શકે છે. જોકે, ગત નાણાકીય વર્ષમાં તેનો ગ્રોથ 4 ટકા રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *