વલસાડ : નેશનલ હાઈવે પર વાહન હડફેટે દીપડાનું મોત

             

વલસાડ જિલ્લાના ડુંગરી નજીક હાઈવે પર વાહન હડફેટે એક દીપડાનું મોત નીપજયું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતા જ વલસાડ વનવિભાગની ટીમ દોડતી થઈ હતી. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ જિલ્લાના ડુંગરી નજીક હાઇવે પર એક દીપડો હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. એ વખતે જ હાઇવે પરથી પુરઝડપે પસાર થઇ રહેલા એક અજાણ્યા વાહને આ દીપડાને અડફેટે લીધો હતો. જેને કારણે દીપડાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આમ અજાણ્યા વાહનની ટક્કરની કારણે દીપડો ગંભીર રીતે ઘાયલ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતુ.

આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના વિસ્તાર લોકો એકઠા થઇ ગયા હતા. જે બાદ તેમણે વનવિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વલસાડ વનવિભાગની ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને દીપડાના મૃતદેહનો કબજો લઈ તેની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ક્રોસ કરતી વખતે દિપડાના મોતની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ અનેક વખત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ક્રોસ કરતા દીપડાઓના વાહન અડફેટે મોત થઇ ચુક્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ક્રોસ કરતી વખતે મોડી રાત્રે પુરઝડપે પસાર થતા વાહને અડફેટે લેતા દીપડાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં હવે વનવિભાગે દિપડાના મૃતદેહને નો કબજો લઇ તેના પોસ્ટમોર્ટમ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

હિંમતનગરથી 900 ફિરકી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો

Sun Jan 10 , 2021
Post Views: 6               ગુજરાતમાં ઉત્તરાયણને હવે થોડાં જ દિવસોની વાર છે. ત્યારે એવામાં સાબરકાંઠામાં હિંમતનગર એસ.ટી સ્ટેન્ડ નજીકથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. પોલીસને દોરીની અલગ અલગ કલરની 900 ફિરકીઓ મળી આવી હતી. સાબરકાંઠા બી ડિવિઝન પોલીસે પીકઅપ ડાલામાંથી રૂ.5.30 લાખનો જથ્થો ઝડપી […]

Breaking News