Thu. Mar 4th, 2021
             

ગુજરાતમાં ઉત્તરાયણને હવે થોડાં જ દિવસોની વાર છે. ત્યારે એવામાં સાબરકાંઠામાં હિંમતનગર એસ.ટી સ્ટેન્ડ નજીકથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. પોલીસને દોરીની અલગ અલગ કલરની 900 ફિરકીઓ મળી આવી હતી. સાબરકાંઠા બી ડિવિઝન પોલીસે પીકઅપ ડાલામાંથી રૂ.5.30 લાખનો જથ્થો ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાનું જીલ્લા કલેકટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

મીડિયાને મળતી વિગતો મુજબ, આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોવાંથી ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ તેના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્યમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસ.ટી સ્ટેન્ડ નજીકથી પીક અપ ડાલામાં લઈ જવાતી 27 લાખ વાર 1.80 લાખની ચાઈનીઝ દોરીનો જથ્થો સાબરકાંઠા B ડીવિઝન પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે.

પોલીસને તેઓની પાસેથી નમકીનના બંધ બોડીના પીક અપ ડાલામાં ચાઈનીઝ દોરીના બોક્ષ મળી આવ્યાં હતાં. આ ડાલામાં રહેલા 15 બોક્ષમાંથી પોલીસને દોરીની અલગ-અલગ રંગની 900 ફિરકીઓ મળી આવી હતી. એક ફિરકીના 200 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવતું હતું. ઉપરાંત એક ફિરકીમાં 3 હજાર વાર ચાઈનીઝ દોરી હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જો કે પોલીસે પીક અપ ડાલાના ડ્રાઈવર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *