કોરોના ના લાંબા વેકેશન બાદ આજે રાજ્યમાં ધોરણ 10 અને 12 નો શૈક્ષણિક કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના ઓછાયા વચ્ચે શરૂ થયેલા શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થીઓના વાલીઓએ ગત સપ્તાહે આપેલી સંમતિ બાદ પણ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ પાંખી રહેવા પામી હતી.

શાળાએ આવતા વિદ્યાર્થીઓને આવકાર પણ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી જેના ભાગરૂપે આજે તમામ મંત્રીઓ તેમના વિસ્તારમાં હાજર રહ્યા હતા.તેમાં મંત્રી આર.સી.ફળદુ રાજકોટ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગાંધીનગર જિલ્લામાં કલોલ ખાતે, મહેસુલપ્રધાન કૌશિકભાઈ પટેલ અમદાવાદ શહેર ખાતે, ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલ ગાંધીનગર ખાતે શૈક્ષણીક કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.
જયારે આદિજાતિ વિકાસપ્રધાન ગણપતભાઈ વસાવા સુરત જિલ્લામાં, શ્રમ અને રોજગારપ્રધાન દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લામાં, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લામાં, પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લામાં, ગૃહ રાજ્યકક્ષાના મંત્રી જાડેજા અમદાવાદ જિલ્લામાં, કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લામાં, સહકાર રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લામાં, શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.
સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજયપ્રધાન વાસણભાઇ આહીર સાબરકાંઠા જિલ્લામાં, શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે, વન આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે, નર્મદા, શહેરી ગૃહ નિમર્ણિ રાજ્યપ્રધાન યોગેશભાઈ પટેલ વડોદરા જિલ્લામાં, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેરમાં, મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા, પંકજભાઈ દેસાઈ નડિયાદ જિલ્લામાં અને નાયબ મુખ્ય દંડક આર. સી. પટેલ નવસારી જિલ્લામાં નક્કી કરાયેલ શાળાઓમાં શાળા ખુલવાના સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકારી પ્રોત્સાહિત કયર્િ હતા.
એક અંદાજ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં ભણતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વાલીઓએ આપેલી સંમતિ આંકડો લગભગ 30થી40 ટકા જેવો થવા જાય છે .જેમાંથી માત્ર દસેક ટકા જેવા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કોરોના ના ઓછાયા વચ્ચે શરૂ થયેલ શૈક્ષણિક કાર્યમા વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ પાંખી જોવા મળી છે..
