ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. અનુષ્કા શર્માએ આજે દીકરીને જન્મ આપ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો છે. તે પિતા બની ગયો છે. અનુષ્કા શર્માએ એક સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની પુત્રીનો જન્મ આજે બપોરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. વિરાટે સોશિયલ મીડિયા દ્વારા નિવેદન આપતાં પુત્રીના જન્મની ઘોષણા કરી છે.
— Virat Kohli (@imVkohli) January 11, 2021
વિરાટે તેની ટ્વીટમાં લખ્યું છે કે, અમે બંને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે આજે બપોરે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. તમારા પ્રેમ અને શુભેચ્છા માટે આભારી છીએ. અનુષ્કા અને દીકરી બંને સ્વસ્થ છે. આ અમારું સૌભાગ્ય છે કે જીવનના આ નવા ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. આ સમયે અમને થોડી પ્રાઈવસીની જરૂર છે આ વાત તમે સમજશો.