Sun. Feb 28th, 2021
             

હળવદમાં ભારતીય જનતા પક્ષ દ્વારા હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ના પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડિયાની હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપમાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા તેમનો અભિવાદન સમારંભ યોજાયો હતો જેમા હળવદ અને ધ્રાંગધ્રા ના કાર્યકર્તાઓ હાજર રહી પુષ્પમાળા પહેરાવી સાલ અને પાઘડી પહેરાવી ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતુ અને રેલીનું પણ આયોજન કરવામાં આવ્યૂ હતુ.હળવદના નગરજનો એ આ નવીન જવાબદારી મળવા બદલ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,બિપિનભાઈ દવે,મહામંત્રી રણછોડભાઈ દલવાડી ,રજનીભાઈ સધાણી, રણછોડભાઈ પટેલ,અજયભાઈ રાવલ,નયનભાઈ પટેલ,સતીશભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા,અશ્વિનભાઈ,સંદીપભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *