Sun. Mar 7th, 2021
             

PM મોદી ડિજીટલ માધ્યમથી કરશે લોકાર્પણ
કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ કેવડિયા રહેશે ઉપસ્થિત
CM વિજય રૂપાણી કેવડિયા રેલવે સ્ટેશન રહેશે ઉપસ્થિત
PM મોદી આજે કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે, આજે કેવડિયા માટે 6 રાજ્યની 8 ટ્રેનની સેવા શરૂ થશે. કેવડિયાને 6 રાજ્યની રેલવે કનેક્ટિવિટી સાથે જોડાશે. PM મોદી ડિજીટલ માધ્યમથી લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેવડિયામાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને CM વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. અમદાવાદ, દિલ્હી, ચેન્નઇ, વારાણસી, દાદર, રેવા, પ્રતાપનગરથી રેલ સેવા શરૂ થશે. કેવડિયાથી બે મેમુ ટ્રેન સેવાનો આજથી પ્રારંભ થશે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *