Tue. Mar 9th, 2021
             

દુનિયાભરમાં છેલ્લા 14 મહિનાથી કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. હવે આ વાયરસને લઈ વધુ ચિંતા ઊભી કરનારા અહેવાલો સામે આવી રહ્યા છે. ચીનમાં આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળ્યો છે. અત્યાર સુધી ત્રણ સેમ્પલના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. મીડિયાના અહેવાલ મુજબ આ આઇસ્ક્રીમ જે મિલ્ક પાવડરથી બનાવવામાં આવ્યો હતો તે ન્યૂઝીલેન્ડ અને યૂક્રેનથી આવ્યું હતું. હાલ આઇસ્ક્રીમના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જૂના અને નવા સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલો ઉત્તર ચીનના તિયાનજીન નગરપાલિકાનો છે, જયાં મહામારીની વિરુદ્ધ કામ કરી રહેલા અધિકારીઓને ત્રણ આઇસ્ક્રીમના સેમ્પલમાં કોરોના સંક્રમણ મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આઇસ્ક્રીમને બનાવનારી ડેક્વિડો ફુડ કંપનીના અનેક સ્ટાફ આ આઇસ્ક્રીમના ડબ્બાના સંપર્કમાં આવ્યા હતા. કંપની કામ કરનારા તમામ 1662 સ્ટાફ પર નજર રાખવામાં આવી રહી છે. સાથોસાથ હવે તેમના કોરોના ટેસ્ટ કરાવવવામાં આવી રહ્યા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી 700 સ્ટાફના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *