Tue. Mar 9th, 2021
             

રાજ્યમાં અવાર નવાર નકલી સોનું બેન્કોને પધરાવી લાખો-કરોડોનું કૌભાંડ (Loan Scam) આચરાયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી જતી હોય છે. ત્યારે હવે ગુજરાતના સુરત શહેર સુરતસીટીમાં એક ચોંકાવનારા કોંભાડનો કિસ્સો સામે આવ્યો છે. જેમા બેંક સાથે વાહન લોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
સુરતમાં યસ બેંક સાથે 20 જેટલા ઠગ લોકોની ટોળકીએ કંપની દ્વારા મેન્યુફેક્ચર જ કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી 53 જેટલી લોન મંજુર કરાવી લીધી અને બેંક સાથે લગભગ 8.64 કરોડ રૂપિયાની લોન લઇ લીધી હતી. જોકે આ ઠગ ટોળકી દ્વારા શરુઆતમાં નિયમિતપણે લોનનાં હપ્તા ભરપાઈ કર્યા હતા. પરંતુ તેઓએ બેંકને 5.25 કરોડની લોનની ભરપાઇ કરી ન હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *