Sun. Mar 7th, 2021
             

વલસાડ જિલ્લાના સોનવાડા ગામના પહાડ ફળિયા નજીક આવેલા એક શેરડીના ખેતરમાં મજૂરો શેરડી કાપવાનું કામ કરી રહ્યા હતા. સુમનભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં શેરડી કાપવાની કામગીરી વખતે શેરડી કાપતા મજુરોને ખેતરમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું. ખેતરમાં હાડપિંજ જોતાં જ શેરડી કાપતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ખેતર માલિક અને ડુંગરી પોલીસને કરતા ડુંગરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા પોલીસવડાએ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં માનવ કંકાલની નજીકથી એક બળેલી હાલતમાં જિન્સ પેન્ટ પણ મળી આવ્યું હતું. જોકે શેરડી કાપતા પહેલા શેરડીમાં આગ લાગવાથી આ હાડપિંજરની સાથે રહેલા જીન્સનું પેન્ટ પણ અડધું બળી ગયું હતું. આથી પોલીસે આ ખેતરમાંથી મળેલા માનવ કંકાલ અને સ્થળ પરથી મળેલા અન્ય અવશેષ સહિતના પુરાવાઓ એકઠા કરી પોતાના કબજામાં લીધા હતા. જોકે આ ખેતરમાંથી માત્ર માનવ કંકાલ જ છીનભીન્ન અવસ્થામાં મળી આવ્યું હતું. આથી આ કંકાલ કોનું છે? મૃતકની ઓળખ શું છે? અને તેના મોતનું કારણ શું છે? તે તમામ સવાલો અત્યારે ઉભા થઇ રહ્યા છે. પરંતુ શેરડીના ખેતરમા કંકાલ જે રીતે મળી આવ્યું તે જોતાં હત્યા થઈ હોવાનુ આશંકા પ્રબળ બની રહી છે. ત્યારે પોલીસ આ તમામ સવાલોના જવાબ મેળવવા મહેનત કરી રહી છે. તેની ઓળખ મેળવવા સહિત પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી છે. જોકે અત્યારે તો શેરડીના ખેતરમાં માનવ કંકાલ મળવાની ઘટનાને કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *