અમદાવાદ રામોલ વિસ્તારમાં દીપડાના નામની દહેશત
રાહુલ નાયક મંદિર પાસે દીપડા જેવું પ્રાણી દેખાયું
સ્થાનિક વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાથી ભયનો માહોલ
શનિવારે રાજકોટના કાલાવડ વિસ્તાર આસપાસ દીપડો દેખાયો હતો. શહેરી વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે હવે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માત્ર એટલું જ નહીં, ગામના લોકોને ખુલ્લાંમાં નહિ સુવા અને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગે સૂચના આપી છે. તેમજ ક્યાંય પણ દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ જણાવ્યું છે.
વસ્ત્રાલની સીમમાં ભયજી જી રાજાજીના ખેતરમાં શક્તિ માંના મંદિર પાસે દીપડા જેવું પ્રાણી દેખાયું હતું. આ સ્થાનિક વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાથી ભયનો માહોલ સર્જાયો છે. દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.મો એજાજ શેખ આ