ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષની ઉંમરમાં નિધન
સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી
લતા મંગેશકર, સોનૂ નિગમ અને એ.આર. રહેમાને દુઃખ વ્યક્ત કર્યું
ઉસ્તાદન ગુલામ મુસ્તફા ખાન સાહેબે પોતાના વિશાળ કરિયાર દરમિયાન પોતાના અવાજના જાદૂથી તમામને મંત્ર મુગ્ધ કરી દીધા અને સૂરોમાં રસબોળ કરી દીધા. જે શાંતિ ઉસ્તાદ ખાન સાહેબને લાઇવ સાંભળવામાં મળતી હતી તે હવે ક્યારે નહીં મળે. પરંતુ તેમાં પણ કોઇ શંકા નથી કે પોતાની પાછળ જે વિરાસત ગુલામ મુસ્તફા ખાન છોડી ગયા છે તેને સાંભળીને શ્રોતા સંગીતની આત્મીયતાથી લાંબા સમય સુધી જોડાયેલા રહેશે. પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું.