દિલ્હીમાં આજથી શરૂ થશે શાળાઓ
304 દિવસ બાદ વિદ્યાર્થીઓ જશે સ્કૂલ
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી

દેશભરમાં વેક્સીનેશનની શરૂઆતની સાથે દિલ્હીમાં આજથી ધો. 10 અને ધો,12ના વર્ગો શરૂ કરાઈ રહ્યા છે. આ સાથે અહીં સરકારી, સરકારી સહાયતા અને બિન સરકારી સહાયતાની શાળાઓમાં 10 મહિના બાદ કામગીરી શરૂ થઈ રહી છે. શાળાઓ ખોલતાં પહેલાં દિલ્હી સરકારે કેટલાક દિશા નિર્દેશ શરૂ કર્યા છે. રાજ્ય સરકારના આદેશ અનુસરા અહીં ધો.10 અને ધો. 12ના પ્રેક્ટિકલ્સ, પ્રોજેક્ટ્સ અને પ્રી બોર્ડ કે બોર્ડની પરીક્ષાની તૈયારીઓને માટે શાળાઓ ખોલવામાં આવી છે.
