Tue. Mar 2nd, 2021
             

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે અંદાજીત 40થી પણ વધુ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસના કારણે વીઝલીબીટી પણ ઘટી જવાથી વાહન ચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. પ્રાથમિક વિગતો પ્રમાણે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ટોલ નાકે ઊભા રહેલા લોકોનું કહેવું છે.

રાજ્યનાં આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ વહેલી સવારથી જ ધુમ્મસના કારણે હાઈવે પર જતા વાહનો રોકવા પડ્યા હતા. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમા થતાં ઘઉંના પાકને ફાયદો થશે. જો કે તમાકુ.. રાયડો જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *