Thu. Mar 4th, 2021
             

સુરત :સુરત માટે મંગળનો દિવસ અમંગળ બનીને આવ્યો છે. સુરતમાં ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં આખો દિવસ કામ કરીને થાકેલા મજૂરો પર કાળમુખી ડમ્પર ફરી વળ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના કમકમાટી લાવે તેવી છે. આખો દિવસ મજુરી કરી રાત્રે કીમ-માંડવી સ્ટેટ હાઈવેને અડીને આવેલી ગટર પર મીઠી નિંદર માળી રહેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 14 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *