મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં રચ્યો ઈતિહાસ

             

બ્રિસબેન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં મોહમ્મદ સિરાજે કહેર વરસાવ્યો અને પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. સિરાજે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં માર્નસ લાબુશેન, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને આઉટ કર્યા. પોતાની ટેસ્ટ કરિયરમાં પ્રથમવાર સિરાજે 5 વિકેટ હૉલ કરવાની કમાલ કરી બતાવી. પોતાની બોલિંગથી સિરાજે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યુ કરીને એક ટેસ્ટ સિરિઝમાં સૌથી વધુ વિકેટ હાંસલ કરનારા ભારતીય બોલર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે સિરાજે મેલબર્ન ટેસ્ટમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતું. અત્યાર સુધી તેમણે પોતાની ડેબ્યુ ટેસ્ટ સિરિઝમાં કુલ 13 વિકેટ લીધી છે. તેણે એમ કરીને પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શ્રીનાથે 1991-92મં શ્રીનાથે પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યુ કર્યુ હતું. તેણે પોતાની ડેબ્યુ ટેસ્ટ સિરિઝમાં 10 વિકેટ મેળવી હતી. આ ઉપરાંત દત્તૂ ફડકરે 1947-48માં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યુ કરીને 8 વિકેટ પ્રાપ્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

19ને બદલે 20મી જાન્યુઆરીના રોજ, ખેડૂત અને સરકાર વચ્ચે બેઠક યોજાશે

Tue Jan 19 , 2021
Post Views: 921               કૃષિ કાયદાને લઈ સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા માટે 19 જાન્યુઆરીના રોજ સરકાર અને ખેડૂતો વચ્ચે જે બેઠક યોજાવાની હતી તે હવે 20મી જાન્યુઆરીના રોજ એટલે કે બુધવારે યોજાશે. આજે રાત્રે કૃષિ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. બન્ને પક્ષ વચ્ચે અત્યાર […]

Breaking News