Sat. Mar 6th, 2021
             

કૃષિ કાયદાને લઈ સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા માટે 19 જાન્યુઆરીના રોજ સરકાર અને ખેડૂતો વચ્ચે જે બેઠક યોજાવાની હતી તે હવે 20મી જાન્યુઆરીના રોજ એટલે કે બુધવારે યોજાશે. આજે રાત્રે કૃષિ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.

બન્ને પક્ષ વચ્ચે અત્યાર સુધીમાં 10 વખત બેઠક યોજાઈ ચુકી છે. તે પૈકી 9 બેઠક કોઈ પણ પ્રકારના પરિણામ વગરની રહી હતી. ખેડૂત કાયદા પાછાં ખેંચવાની માંગને લઈ અડગ છે. સરકારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે કાયદાના અમલને મોકૂફ રાખ્યો છે. માટે હવે કાયદા પાછાં ખેંચવા સિવાયના મુદ્દે વાત થવી જોઈએ.

આ અગાઉ 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ કરી છે કે તેમને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવે.

આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બુધવાર સુધી ટળી ગઈ છે, પરંતુ કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે, કારણ કે આ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *