Mon. Mar 8th, 2021
             

અમદાવાદ શહેરમાં અનેક ઠેકાણે ચોરીછુપીથી દારૂનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. ત્યારે સરખેજમાં પોલીસે બાતમીના આધારે હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરના દારૂના અડ્ડાઓ પર રેડ પાડી 9 મહિલા બુટલેગર સહિત 10 લોકોની ધરપકડ કરી છે. મીડિયાના અહેવાલ મુજબ, હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરના આતંકને લઈને સરખેજ પોલીસે વણજર ગામના ભરવાડ વાસ અને ચુનારા વાસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મહિલા બુટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતી હોવાનું અને દારૂનું વેચાણ કરતી ઝડપાઇ હતી.

પોલીસે 9 મહિલા બુટલેગરને ઝડપી 10 અલગ-અલગ ગુનામાં ધરપકડ કરી છે. જેમાં પોલીસે 137 લીટર દેશીદારૂ સહિત 250 લીટર કરતાં વધુ દારૂનો નાશ કર્યો હતો. સાથે જ દેશી દારૂ ગાળવા માટે વપરાતા સરસામાન પણ કબજે કરી, તમામ દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી. હાલમા પોલીસે હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરને પાસા હેઠળ કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરી છે. આ મહિલા બુટલેગર ઘણા વર્ષોથી દારૂનું વેચાણ કરે છે. જે અગાઉ પણ અનેક વખત પકડાઈ ગઈ છે. તેમ છંતા પોલીસ અને કાયદાના ડર વગર બિન્દાસ દારૂનુ વેચાણ કરે છે. આ મહિલાઓના ત્રાસની મળતી ફરિયાદના પગલે પોલીસે સર્ચ ઓપરેસન કરીને તમામને ઝડપી લીધા હતા.

હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગર :

  • ભીખીબેન છારા
  • અનિતાબેન ચુનારા
  • સુનિતા ચુનારા
  • લહેરાબેન જાડેજા
  • જયાબેન કાવઠીયા
  • પન્ના ચુનારા
  • ગંગાબેન રાઠોડ
  • મધુબેન ચુનારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *