Fri. Mar 5th, 2021
             

CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં 50 હજાર એકર બંજર જમીનને ખેતી લાયક બનાવી તેમાં બાગાયતી અને ઔષદ્યિય પકો લેવા લાયક બનાવવામાં આવશે. જેથી જમીન વધશે. રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે.

CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, ૩૦ વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડુ નહિ લેવાય. પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે. પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’નો મુખ્ય ઉદેશ્ય છે.
આ મિશનની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસ પડકાર રૂપ છે. આમ છતાં આફતને અવસરમાં પલટાવવાની આગવી ક્ષમતા સાથે સરકારે કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્ડકાર્ડ, જળસંચય અભિયાન, ડ્રીપઇરીગેશન, સાત પગલાં ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જેવા આયામોથી ગુજરાતને કૃષિ વિકાસ દરમાં દેશભરમાં અગ્રેસર રાખ્યું છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યની ૧૯૬ લાખ હેકટર જમીન પૈકીની પ૦ ટકા એટલે કે ૯૮ લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલ છે તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે. ગુજરાતમાં ર૦૧૯-ર૦ના વર્ષમાં ૪.૪૬ લાખ હેકટરમાં ફળ પાક વાવેતર અને ૯ર.૬૧ લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે દેશના ફળ-શાકભાજીના કુલ ઉત્પાદનમાં ૯.ર૦ ટકા જેટલું મહત્વનું પ્રદાન કરેલું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *