પશ્ચિમ બંગાળ (West Bengal) સ્થિત જલપાઈગુડીના ધુપગુરી સિટીમાં ધુમ્મસના કારણે અનેક ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. બીજી તરફ ઘાયલ લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો બોજી તરફ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે. જલપાઈગુડીના એએસપી ડૉ. સુમંત રાયે જાણકારી આપી કે મંગળવાર રાત્રે ટ્રક માયાનાલથી જઈ રહ્યો હતો. બીજી તરફથી એક ટાટા મેજિક અને મારૂતિ વાન રોન્ગ સાઇડમાં આવી રહી હતી. આ દરમિયાન ધુમ્મસના કારણે પહેલા ટ્રક અને ટાટા મેજિકની ટક્કર થઈ અને પછી મારૂતિ વાન પણ ટકરાઈ ગઈ.
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, એક્સીડન્ટ દરમિયાન ટ્રકમાંથી અનેક બોલ્ડર છટકીને બીજી ગાડીઓ પર પડ્યા. આ મામલામાં પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેમનો દાવો છે કે બોલ્ડરથી ભરેલી ટ્રક એક બીજા ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસમાં હતી, જેને કારણે આ દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે જેમને પહેલા ધુપગુડીની એક હૉસ્પિટલ માટે રવાના કરવામાં આવ્યા અને પછી તેમને જલપાઈગુડીની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા.