Sat. Mar 6th, 2021
             

અમેરિકામાં બુધવારે નવી સરકારની રચના થવા જઈ રહી છે. જો બાઇડેન આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. સાથે જ કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતીય સમય મુજબ 10.30 વાગે બાઇડેન અને કમલા હેરિસ શપથ ગ્રહણ કરશે. શપથવિધિ સમારંભને લઈને વોશિંગટન ડીસીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પહેલી વાર 25 હજારથી વધુ અમેરિકી સૈનિકો તૈનાત કરવામાં આવશે.

6 જાન્યુઆરીએ સર્જાયેલ ઘટનાક્રમને લઈને અમેરિકન લોકશાહીનો ઇતિહાસ ખરડાયો અને વિશ્વસત્તા કલંકિત થઇ હતી.આ ઘટનાને લઈને રિપબ્લિકનને સેજ પણ શરમ નથી, ઉલટા ટ્રમ્પ સમર્થક બાઇડેનની શપથવિધિ પહેલા અમેરિકામાં ઠેરઠેર ધમાલ કરવાની ફિરાકમાં છે, આ વાત અમેરિકાની સૌથીમોટી સુરક્ષા એજન્સી એફબીઆઈ કહી રહી છે. ત્યારે વોશિંગટન ડીસીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.

ટ્રમ્પ સમર્થકોના હંગામાની સંભાવનાઓને લઈને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને શપથ ગ્રહણ સમારોહનું સમગ્ર માળખું બદલી દેવામાં આવ્યું છે. જો બાઇડેન અને કમલા હેરિસના શપથગ્રહણ સમારંભ પર જ કાતર મુકાઈ છે. બાઇડેન ટીમ દ્વારા અમેરિકનોને રાજધાની ન આપવા સલાહ આપવામાં આવી છે. કોરોના સંક્રમણને જોતા લોકોને ઘરે બેસીને જ ટીવી પર શપથ ગ્રહણ સમારંભ જોવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *