Sun. Mar 7th, 2021
             

જાપાનમાં એક એક્સપ્રેસ વે પર હિમ વર્ષાના કારણે રસ્તો લપસણો બની જતા એક પછી એક એવી 134 કાર એક બીજા સાથે અથડાઇ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એકાદ ડઝન જેટલા લોકો ઘવાયા હતા. આજે બપોરે મિયાગીના ઉત્તરે આવેલા તોહુકુ એક્સપ્રેસ વે પર અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.

રસ્તા પર કાર અથડાવવાના કારણે લગભગ એક કિમી સુધી કારની લાંબી લાઇન લાગી ગઇ હતી, એમ સરકારે કહ્યું હતું. રસ્તા પર વિઝિબિલીટી ઘટી જતાં સત્તાવાળાઓએ વાહનોની ગતિ મર્યાદા કલાક દીઠ માત્ર 50 કિમી કરી દીધી હતી. તેમ છતાં રસ્તા પર અકસ્માત તો બન્યા હતા. રસ્તા પર વાહનો અથડાવવાના કારણે આશરે 200 જણા ઘવાયા હતા જે પૈકી 12 જણાને હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા.

સત્તાવાળાઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી, એમ ચીફ કેબિનેટ સેક્રેટરી કાત્સોનુબુ કાતોએ પત્રકારોને કહ્યું હતું. તાજેતરનાં સપ્તાહોમાં જાપાનના અનેક શહેરો અને રસ્તા પર હિમવર્ષા થઇ હતી. જો કે સામાન્ય રીતે આ દિવસોમાં જાપાનમાં અનેક સ્થળે હિમવર્ષા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *