Thu. Mar 4th, 2021
             

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ના ફેબ્રુઆરીમાં થનાર મિની ઓક્શન પહેલાં હરભજન સિંહનો ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) સાથેનો સફર સમાપ્ત થઈ ગયો છે. ભજ્જીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. 40 વર્ષીય ઓફ-સ્પિનર છેલ્લા 2 વર્ષથી ચેન્નાઈ સાથે જોડાયેલો હતો. પરંતુ IPL 2020માં વ્યક્તિગત કારણોસર રમ્યો નહોતો. ગઈ સીઝન કોરોના મહામારીને લીધે UAEમાં રમાઈ હતી.

હરભજન સિંહને ચેન્નાઈ સુપરકિંગ્સે IPL 2018માં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈની ટીમનો ભાગ રહેલા હરભજનની બેસ પ્રાઈઝ (2 કરોડ) રૂપિયા હતી. ચેન્નાઈએ તેને બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. ભજ્જીએ CSK માટે 2018માં 13 મેચમાં 7 વિકેટ અને 2019માં 11 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. તેણે ટ્વિટ કર્યું હતું કે, ચેન્નાઈ સુપર સાથે મારો કરાર પૂરો થયો છે. આ ટીમ સાથે રમવાનો તે એક મહાન અનુભવ હતો. સુંદર યાદો અને કેટલાક અદ્ભુત મિત્રો કે જે મને આગામી વર્ષોમાં યાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *