Sun. Mar 7th, 2021
             

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને વઢવાણ ગામ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ રસ્તા પર બાજુમાં ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત નીજજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. ગંભીર ઇજાગ્રસ્તને લખતર 108ના પાયલોટ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઇ.એમ.ટી મુજપરા દ્વારા તાત્કાલિક ગાંધી હોસ્પિટલ ખસેડાયો છે. લખતર વઢવાણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લખતર અને વઢવાણ ગામ વચ્ચે પંચર પડેલા ડમ્પર ઉભો હતો. જેથી પંચર કરવા માટે એક વ્યક્તિ જેક મારી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ડમ્પર ઘુસી જતા ડ્રાઇવર ઘણી જ ખરાબ રીતે ફસાયો હતો. લખતર વઢવાણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાનું રાહતની કામગીરી કરી હતી. આ અક્સમાત દરમિયાન પંચર પડેલા ટ્રકને જેક મારતો વ્યક્તિ- ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *