Sun. Feb 28th, 2021
             

દાહોદમાં 72માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા એવા ભારતીય બંધારણનો આપણે સૌએ સ્વીકાર કર્યાના અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. પ્રજાસત્તાક દિને પોલીસ તંત્ર દ્વારા 90 રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે.

દાહોદમાં આવેલા પ્રજાસત્તાક દિનની પરેડના નોડેલ અધિકારી એવા નાયબ પોલીસ અધીક્ષક વિજયસિંહ પરમારે કેટલીક રસપ્રદ માહિતી આપી. 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વોલી ફાયરિંગ કરવામાં આવશે. જેને ગુજરાતીમાં હર્ષધ્વની તરીકે પણ ઓળખવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક તથા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર રાજ્યના જિલ્લા મથકોએ ઉજવણી કરવાની પહેલ કરી હતી. તે પહેલના ભાગરૂપે દાહોદમાં બીજી વખત રાજ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *