Thu. Mar 4th, 2021
             

*પાટણ દાદાની આંખ સામે જ કારચાલકે 6 વર્ષના બાળકને કચડી નાંખ્યો, કમકમાટીભર્યું મોત*

છ વર્ષના માસૂમ બાળક સહદેવ ઠાકોરના મૃતદેહને હારીજ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે

*પાટણ* હારીજના (Harij, Patan) નાણાં ગામમાં કાર ચાલકે 6 વર્ષનાં બાળકને કચડવાની ઘટના સામે આવી છે. આ કમકમાટીભરી દૂર્ઘટનામાં (Accident) બાળકનું મોત નીપજ્યું છે. દાદાની આંખોની સામે જ માસૂમ બાળકનું મોત થયું છે. આ ઘટના બાદ પરિવારજનો સાથે ગામ લોકો રોષે ભરાયા હતા અને ગાડીનાં કાંચ તોડી નાંખ્યા હતા. આ ગાડી ચલાવી રહેલો ચાલક પહેલા ફરાર થઇ ગયો હતો જે બાદ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છ વર્ષના માસૂમ બાળક સહદેવ ઠાકોરના મૃતદેહને હારીજ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. આ દૂર્ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા હતા અને લોકોએ રોષમાં આવી જઇને કારનાં કાંચ તોડી નાંખ્યા હતા. આ દૂર્ઘટનાને કારણે મૃતક બાળકના પરિજનોમાં શોક વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *