કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસે મળી 30 કરોડની અપ્રમાણસર મિલકત

             

ગુજરાત રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ અત્યારસુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો એક કેસ નોંધતા હડકંપ મચી ગયો છે. જેમાં નિવૃત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડ રૂપિયાથી વધુ કિંમતની અપ્રમાણસર મિલકત મળી આવી છે. કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે અને તે અંગેની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ તપાસમાં તેમણે રૂપિયા 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાત ACBએ ઈતિહાસનો સૌથી મોટો ગુનો દાખલ કર્યો છે. વિરમ દેસાઈ કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અપ્રમાણસર મિલકત વસાવી હોવાની વિગત મળતા તપાસ હાથધરી હતી. તપાસ કરતા તમામ વસ્તુઓને ચકાસી માહિતી મેળવી હતી. તેમની પાસે હોદ્દાની રુએ મેળવેલી આવક કરતા વધારે એટલે કે રૂપિયા 30 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. મળતી માહિતી મુજબ, કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. હાલ પ્રાથમિક તપાસમાં ગુનો દાખલ કરેલો છે.

વધુ મળતી માહિતી મુજબ, ACBને તપાસમાં 30 જેટલા બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે જેમાંથી 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે, સાથે-સાથે 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ અને 11 લક્ઝૂરિયસ ગાડીઓ મળી આવી છે. આ સિવાય વિરમ દેસાઈએ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તેમની પાસે 11 લક્ઝુરિયસ કાર છે કે જેમાં BMW, ઓડી, રેન્જરોવર, જેગુઆર સહિતની મોંઘીદાટ ગાડીઓ સામેલ છે. નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકો સામે મિલકત વસાવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પીએમ મોદી-મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં વેક્સિન લેશે

Thu Jan 21 , 2021
Post Views: 5               વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં વેક્સિન લગાવશે.વેક્સિનેશનના બીજા તબક્કામાં દેશના એવા 75% સાંસદ, મુખ્યમંત્રી અને નેતાઓને વેક્સિન અપાશે જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરાઈ રહ્યો છે. કોરોના વેક્સિન અંગે […]

Breaking News