માલદીવમાં બીચ પર એન્જોય કરતી નજર આવી સારા

             

બોલિવુડની જાણીતી એસ્ટ્રેસ સારા અલી ખાન સોશ્યલ મિડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ફોટો અને વિડિયો શેર કરે છે અને પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં સારાએ જે ફોટોઝ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા છે તેમાં તે બીચ પર મલ્ટી કલર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. આ ફોટોઝને આઠ લાખથી પણ વધુ લાઈક મળી ચુક્યા છે.

ફોટોમાં સારા અલી ખાનની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળે છે. સારા અલી ખાન ફોટોમાં મલ્ટી કલર ડ્રેસમાં જબરદસ્ત અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. પોતાના એક ફોટોમાં સારા બીચ પર બેઠેલી જોવા મળે છે તો બીજા ફોટોમાં તે સીડીઓ પર પોઝ આપતી દેખાય છે.

સારા અલી ખાનના ફોટોઝ સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે બીચપર બેસીને મલ્ટી કલર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. આ ઉપરાંત એક ફોટોમાં એક્ટ્રેસ સમુદ્ર કિનારે સનસેટ એન્જોય કરતા પોઝ આપતી જોવા મળે છે. આ પિક્ચર્સમાં સારાની સ્ટાઈલ અને લૂક કાબિલે તારિફ છે. સારાએ આ પિક્ચર્સ શેર કરતા લખ્યું છે કે “સેન્ડી ટોઝ એન્ડ સન કિસ્ડ નોઝ”.. એક્ટ્રેસના આ ફોટોઝને લઈને ફેન્સ પણ કમેન્ટ્સ કરતા થાકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

22 JANUARY 2021:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Fri Jan 22 , 2021
Post Views: 968 મેષ               યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. વૃષભ કોઈના ભરોસે […]