Tue. Mar 9th, 2021
  • – આરોપીને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો
  • – જુહાપુરા ફતેહવાડી રોડ પરનો બનાવ
  • – પોલીસ ને જોઈ ભાગવા ગયેલા આરોપીએ પોલીસકર્મી પર કાર ચડાવી
  • – તપાસ કરતાં આરોપી અમિન મારવાડી ઇબ્રાહિમ નૂરખા જાટ પાસેથી મળી આવી રિવોલ્વર , તલવાર , બેઝબોલ જેવા હથિયાર
  • – વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સિદ્ધાર્થ સિંહ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
  • – વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી
             

અમદાવાદના જુહાપુરામાં આવેલ ફતેવાડી નજીક એક શખ્સ કારમાં ઘાતક હથિયાર લઈ જવાની પોલીસને બાતમી મળી હતી. જેને લઈને પોલીસે આરોપીની કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક પોલીસ કોંસ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો.મોડી રાતે બનેલી ઘટનામાં ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઈ જવાયો હતો. વધુ તપાસ કરતા વેજલપુર પોલીસે જણાવ્યુ કે અમીન મારવાડી નામનો શખ્સો પોતાની કારમાં એક દેશી રિવોલ્વર, તલવાર સહિતના ઘાતક હથિયાર લઈને નિકળ્યો હતો.

આરોપીની ગાડીની નંબર પ્લેટની ઉપર ભાજપના હોદ્દેદારની પ્લેટ પણ લગાવવામાં આવી હતી. જો કે હાલ સુધી આરોપી ભાજપનો હોદ્દેદાર છે કે નહી તેની પુષ્ટી થઈ નથી. હાલ તો વેજલપુર પોલીસે ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *