Mon. Mar 8th, 2021
             

કર્ણાટકના શિવમોગામાં ગુરુવારે મોડી રાત્રીએ ભેદી બ્લાસ્ટ થયા હતા જેનો અવાજ દૂર દૂર સુધી સાંભળવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલા ભીષણ હતા જે ઘરોના કાચ તૂટી ગયા હતા. કથિત ડાઇનામાઈટ વિસ્ફોટની આ ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ ઘટના 21 જાન્યુઆરીની રાત્રીએ અંદાજીત 10.20 કલાકે થઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરોના કાચ પણ તૂટી ગયા હતા, લોકો અંદાજો લગાવી રહ્યા છે કે આ ભૂંકપ હોઈ શકે કે કોઈ જેટની ટેસ્ટિંગના સમયે અવાજ આવ્યો હોય, પરંતુ હવે જાણવા મળ્યું છે કે આ એક વિસ્ફોટની અવાજ હતી. કર્ણાટકના શિમોગા ખાતે ગતરાતે થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં આઠ શ્રમિકોના મોત થયા છે. સીએમ યેદિયુરપ્પાના હોમ ડિસ્ટ્રીક્ટ શિવમોગા ખાતે રાતે 10 વાગ્યાના અરસામાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે લોકોના ઘરોમાં બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. અને લોકો ભૂકંપ સમજીને ઘરની બહાર નીકળી ગયા હતા.

જોકે આ બ્લાસ્ટનું કારણે ડાયનામાઈટ છે. ખનનમાં બ્લાસ્ટ કરવાના ઉદેશ્યથી ટ્રકમાં જિલેટિન સ્ટિક ભરીને લઈ જવામા આવતી હતી. તે સમયે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના સ્થળેથી આઠ લોકોના મૃતદેહો મળ્યા છે. આ વિસ્ફોટનો અવાજ ચિકમંગલૂર જિલ્લા સુધી સંભળાયો હોવાનું પણ લોકો સોશિયલ મીડિયામાં કહેતા જોવા મળ્યા. બ્લાસ્ટની ઘટનાને લઈને પોલીસ દોડી આવી હતી. અધિકારો પણ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *