કોરોનાના કહેરથી આખું વિશ્વ પ્રભાવિત છે. ત્યારે નાણા મંત્રાલય પણ બાકાત રહ્યું નથી. કોરોનાના કહેર અને સતત ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહેલી મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ લોન્ચ કરી દીધી છે જેના પર બજેટ રજૂ થયા બાદ બજેટના લેખા જોખા થશે.
કોરોનાના લીધે આ વર્ષે બજેટને પ્રિંટ કરવામાં નહી આવે. બજેટ ઉપરાંત ઇકોનોમિક સર્વેને પણ પ્રિંટ કરવામાં નહી આવે. કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ દ્વારા સંપૂર્ણ માાહિતી મળી જશે.
કેંદ્રીય બજેટ મોબાઇલ એપ દ્વારા સ્માર્ટફોન યૂઝર હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં બજેટની જાણકારી મેળવી શકશે. બજેટની આ એપ એંડ્રોઈડ અને iOS પર ઉપલબ્ધ છે. આ મોબાઈલ એપને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે આર્થિકના વિભાગ (DEA)ના નેતૃત્વમાં બનાવી છે. તેમાં 14 અલગ કેંદ્રીય બજેટના દસ્તાવેજોનો એક્સેસ યૂઝર્સને મળશે.
નાણા મંત્રાલય તરફથી જે જાણકારી અત્યાર સુધી સામે આવી છે, તેના અનુસાર એપના ફીચર્સમાં ડાઉનલોડ, પ્રિંટ, સર્ચ, ઝૂમ ઈન અને આઉટ,બંને દિશાઓમાં સ્કોલ કરવું, કંટેટ ટેબલ અને એક્સર્ટનલ લિંક સામેલ છે.