Thu. Mar 4th, 2021
             

બારડોલીની ધૂળિયા ચોકડી નજીક ટ્રક પલટી જતા એક કાર ટ્રક નીચે દબાઈ હતી. જોકે કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના પગલે ટ્રાફિક જામ થતા બારડોલી પોલીસે પહોચી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો

સુરત જિલ્લાના બારડોલીમાં અકસ્માતની ઘટના બની હતી. બપોરના સમયે બારડોલી મિઢોળા નદીના પુલ પરથી ધુલિયા ચાર રસ્તા તરફ જતા માર્ગ પરથી પસાર થતી એક ટ્રક ની આગળ કાર આવી જતા ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી અને ટ્રક નીચે કાર દબાઈ ગઈ હતી. ઘટના જોતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ક્રેઇનની મદદથી કાર બહાર કાઢવામાં આવતા કાર ચાલાકનો આબાદ બચાવ થયો હતો.બનાવની જાણ થતાં જ બારડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલકને સારવાર અર્થે ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *