Wed. Mar 3rd, 2021
             

કન્ન્ડ એક્ટ્રેસ અને બિગ બોસ કન્નડની પૂર્વ સ્પર્ધક જયશ્રી રમૈયા આત્મહત્યા કરી છે. તેનું શબ વૃદ્ધા શ્રમ અને રિહેબિલિટેશન સેન્ટરમાં લટકતું મળ્યું હતું. મીડિયાના રિપોર્ટ પ્રમાણે જયશ્રી ડિપ્રેશનનો શિકાર હતી અને રવિવારે મોડી રાતે આત્મહત્યા કરી હતી. જયશ્રીના અકાળે અવસાનના સમાચારથી કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અનેક હસ્તીઓએ તેના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

આ પહેલા જયશ્રી રમૈયાએ ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો કે, તે ડિપ્રેશનનો મુકાબલો કરી રહી છે. તેણે 22 જુલાઈ 2020ના રોજ ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું- હું વિદાય થઈ રહી છું. ગુડ બાય આ… દુનિયા અને ડિપ્રેશન માટે. જોકે તેણે આ પોસ્ટ તરત જ ડિલિટ કરી દીધી હતી અને નવા અપડેટમાં કહ્યું હતું, હુ ઠીક અને સુરક્ષિત છું. તમને બધાને પ્રેમ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *