આજે દેશ પોતાનો 72મોં પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના રાજપથ સાથે સાથે તમામની નજર દિલ્હી સીમાઓ પર છે. કૃષિ કાનૂન વિરુદ્ધ છેલ્લા બે મહીનાથી આંદોલન ચાલી રહ્યું છે. આજે ખેડૂતો દિલ્હીની સીમાની આજુબાજુ ટ્રેકટર રેલી કાઢશે. ત્યાં જ સુરક્ષા અને વ્યવસ્થાઓ કર્યા પછી દિલ્હી પોલીસે મંજૂરી આપી છે. કુલ ત્રણ રૂટ પર આ ટ્રેકટર પરેડ નીકળશે.
સિંઘુ બોર્ડર પર ખેડૂતોએ પોલીસ તરફથી લગાવવામાં આવેલા બેરીકેટ્સ તોડી નાખ્યા છે. ખેડૂતો તરફથી દિલ્હીમાં પ્રવેશવાની કોશિશ કરવામાં આવી રહી છે. ટ્રેકટર માર્ચને લઇ ગાઝિયાબાદ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. જે મુજબ દિલ્હી આવનારા આનંદ વિહાર મહારાજપુર સીમપૂરી સૂર્ય નગર લિંક રોડ બંધ રહેશે, પુરી બોર્ડર સીલ રહેશે, જે લોકોએ દિલ્હી જવું છે તેઓ સેક્ટર 62થી નોઈડા અથવા ભોપુરાથી દિલ્હી જાય. બીજા દિલ્હી જવા વાળા તમામ રૂટ બંધ છે, કોઈ પ્રકાર વાહનને મંજૂરી નહિ આપવામાં આવે.
દિલ્હીમાં આંદોલન કરી રહેલાં ખેડૂતોમાં સૌથી વધુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો સામેલ છે. ખેડૂત નેતા સુખદેવ સિંહ કોકરી મુજબ રેલીમાં સામેલ થવા માટે આશરે 20 હજારથી વધુ ટ્રેકટર દિલ્હી પહોંચ્યા છે. પંજાબ અને હરિયાણાથી દિલ્હી તરફના માર્ગે ટ્રેક્ટર્સની લાંબી લાઇન જોઇ શકાય છે. જ્યારે યુપી અને દિલ્હી વચ્ચે સ્થિત ગાજીપુર બોર્ડર પર પણ ટ્રેક્ટર લઇને ખેડૂતો પહોંચ્યા હતા.