બ્રાઝિલમાં એક લોકલ ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને લઈ જતું એક ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થતાં પલમાસ ફૂટબોલ ક્લબના 4 ખેલાડી અને ટીમના પ્રેસિડન્ટ લુકાસ મેરાનું મોત થઈ ગયું. પાઈલટ પણ બચી શક્યો નહીં. મૃત્યુ પામનારા ચાર ખેલાડીમાં લુકાસ પ્રેક્સેડેસ, ગુલહેર્મી નોઈ, રાનુલે અને માર્કસ મોલિનારી છે.

ક્લબે કહ્યું કે, પ્લેન ઉત્તરના શહેર પલમાસની પાસે ટોકેન્ટિનસ એરફીલ્ડ પરથી ઉડ્યું હતું. ટેકઓફના તરત જ પ્લેન હવામાં ગથડિયા ખાતું જમીન પર પડી ગયું હતું. બ્રાઝિલમાં હાલ ઘરેલુ ટૂર્નામેન્ટ કોપા વેર્દે રમાઈ રહી છે. પલમાસની ટીમ આ ટૂર્નામેન્ટ માટે વિલા નોવા ટીમ સામે સોમવારે મેચ રમવાની હતી. આ મેચ દુર્ઘટનાના સ્થળથી લગભગ 800 કિમી દૂર જિયાનિયા શહેરમાં રમાનારી હતી. મૃત્યુ પામનારા ખેલાડી અને પ્રેસિન્ડ કોરોના પોઝિટિવ આવતા આઈસોલેશનમાં હતા.
