Fri. Mar 5th, 2021
             

IPL 2021 ના માટે ટીમોએ પોતાના જે ખેલાડીઓને રિટેન કરવાના હતા તે કરી લીધા છે. જેમને રિલીઝ કરવાના છે, તેને કરી પણ લીધા છે. હવે જે ખિલાડીઓ રિલીઝ કર્યા છે, તેમની બોલી ફેબ્રુઆરી માસ માં થનારા ઓક્શનમાં લગાવવામાં આવશે. 14 મી IPL સિઝને માટે ખેલાડીઓનુ ઓકશન ભલે ફેબ્રુઆરીમાં થાય, પરંતુ કોમન્ટેટર આકાશ ચોપરાએ તો અત્યાર થી જ ભવિષ્યવાણી કરી દીધી છે. કે IPL ની નવી સિઝન માટે સૌથી વધુ બોલી સાથે કોણ હશે મોંઘો ક્રિકેટર.

આકાશ ચોપરાએ એક ટ્વીટ કર્યુ છે, જેમાં તેમણે એવા ખેલાડીઓના નામ લખ્યુ છે કે, જે ફેંન્ચાઝીઓના રડાર પર છે. એટલે કે આ ખેલાડીઓ ઓકશન દરમ્યાન ખૂબ જ મોંઘા ખરીદાઇ શકે છે. એટલુ જ નહી આ પૂર્વ ભારતીય ઓપનરે તો ખેલાડીઓના નામ સામે તેમની ખરિદ કિંમત પણ લખી છે. જેટલી કિંમત થી તેઓ ખરીદાઇ શકે છે તે પ્રમાણે તે અંદાજ મુક્યો છે.

આકાશ ચોપરાની ટ્વીટ મુજબ સૌથી ઉપર અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનનુ નામ લખ્યુ છે. આકાશના ટ્વીટ મુજબ 14 મી સિઝનના ઓકશન મુજબ 7-8 કરોડની કિંમતે તે ખરીદાઇ શકે છે. તેના બાદ ભારત સામે હાલમાં જ ડેબ્યુ મેચ રમનાર કેમરુન ગ્રીનનુ પણ નામ લખ્યુ છે, તે 5-6 કરોડ રુપિયામાં ખરીદાઇ શકે છે. આકાશ ચોપરાની ટ્વીટ માનીએ તો આ વર્ષે ઓક્શનમાં ઓસ્ટ્રેલીયાનો ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક IPL ઇતિહાસનો સૌથી મોંઘા ખેલાડીનો કિર્તિમાન સ્થાપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *