Sun. Feb 28th, 2021
             

નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે મુખ્યમંત્રી બનવા ગુજરાતના એક યુવાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો હતો. આ કોલનું રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

http://dhunt.in/cKmSP

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, ધોલેરાના હેબતપુરના લાલજીભાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો. આ વ્યક્તિએ ફોન કરીને ગુજરાતના એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી. લાલજીભાઈએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને કહ્યું કે મારે એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેમને નાયક ફિલ્મ જેવું કામ કરવું છે. જો કે, લાલજીભાઇની આ વાત સાંભળીને ફોન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાનું હાસ્ય રોકી ન શક્યા અને કહ્યું હતું કે, તો બનોને મને ક્યાં વાંધો છે.

ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ પર હરિદ્વારની સૃષ્ટી ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બની હતી અને તેણે ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારની તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી. આ ઉદાહરણને ટાંકીને જ લાલજી ભાઈએ નાયબ મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે, તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ મુદ્દે વાત કરે.

એક દિવસના મુખ્યમંત્રી બનવાની વાત કરતા નીતિન પટેલ પણ હસી પડ્યા હતા. આ વાતચીતના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.

લાલજી ભાઇ: સાહેબ લાલજી બોલુ છું, મીઠાપુરા, ધોલેરા તાલુકાના હેબતપુર ગામમાંથી, જેની વસ્તી 10-12 હજારની છે. જે રીતે ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામના બહેનને એક દિવસના મુખ્યમંત્રી બનાવડાવ્યા, તેવી રીતે હું ગુજરાતનો એક દિવસનો મુખ્યમંત્રી બનવા માંગુ છું.

નીતિન પટેલ (હસતા): બનો કઇ વાંધો નહી

લાલજી ભાઇ: આમા આપણે CM સાહેબની મંજૂરી જોઇએ, જો રૂપાણી સાહેબ એમ કહે કે લાલજી ભાઇને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવો.

નીતિન પટેલ (હસતા): સારૂ..સારૂ..હો…

લાલજી ભાઇ: આપણે સારૂ કામ કરીશું અને કામગીરી પણ સારી કરીને બતાવીશું

નીતિન પટેલ: મુખ્યમંત્રી બન્યા વગર પણ સારા કામ કરી શકાય.

લાલજી ભાઇ: જ્યાર સુધી સત્તા હાથમાં નથી…

નીતિન પટેલ: મારી શુભેચ્છા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *