Thu. Mar 4th, 2021
             

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આજે મળનારી કેબિનેટ બેઠક માં અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવશે, તેથા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવશે. કેબિનેટ બેઠકમાં રાત્રિ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં લાગૂ રાત્રિ કર્ફ્યૂ માં છૂટછાટ આપવા અથવા દૂર કરવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગની શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ ધોરણ 10 અને 12 તથા કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે હવે શક્યતા જોવાઈ રહી છે. ધોરણ 9 અને 11ના વર્ગો પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. 1 ફેબ્રુઆરી એટલે કે સોમવાર અથવા 4 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારથી વધુ બે વર્ગો ઓફલાઈન શરૂ કરવાનો કેબિનેટની બેઠક માં નિર્ણય લેવાઈ શકે છે. ધોરણ 9 અને 11ના ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે વાલી તરફથી મંજૂરી પત્ર આપવાનો રહેશે. એટલું જ નહીં ધોરણ 6થી 8ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવા માટે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે. અને 15 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવા અંગે લેવાઈ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *