Mon. Mar 8th, 2021
             

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડને સત્તા સંભાળતા જ ઘણા મહત્વના અને આકરા નિયમો લેવાની શરૂઆત કરી દીધી છે. રાષ્ટ્રપતિ જો બાઈડનના એક નિર્ણયથી પાકિસ્તાનની મુશ્કેલીઓ પણ વધી છે. બાઈડને સત્તા સંભાળતા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાના નાગરીકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપી છે.

રાષ્ટ્રપતિ જો બાઈડનના નિર્ણય અંગે અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકાના નાગરિકો માટે ત્રણ દેશોમાં ન જવાની સલાહ આપતી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ ટ્રાવેલ એડવાઈઝરીમાં પાકિસ્તાનની યાત્રાને ખતરનાક અને જોખમકારક દર્શાવી છે. આ ત્રણ દેશોમાં પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું કે આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના ખતરાને ધ્યાનમાં રાખતા અમેરિકાના નાગરિકોએ પાકિસ્તાન, પાકિસ્તાન-ભારતની બોર્ડરથી અલગ રહેવું.

અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકાના નાગરિકો માટે જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ, આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની યાત્રા કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આતંકવાદ અને અપહરણની ઘટનાને જોતા બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતમાં પ્રવાસ ટાળવો જોઈએ. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના પ્રવાસે ન જવા માટે પણ આવા જ પરિબળો દર્શાવવામાં આવ્યા છે.

જો બાઈડનના અમેરિકી રાષ્ટ્રપતિ બનાવથી પાકિસ્તાનને અમેરિકા સાથે સંબંધો સુધરવાની આશા હતી. જો કે જો બાઈડને સત્તા પર આવતા જ પાકિસ્તાનના વડાપ્રધન ઈમરાન ખાનને આ પહેલો ઝટકો આપ્યો છે. આતંકવાદને લઈને પાકિસ્તાનને અવારનાવર દુનિયાભરમાંથી જાકારો મળી રહ્યો છે આમ છતાં આતંકવાદ અંગે પાકિસ્તાનના વડાપ્રધાનના વલણમાં કોઈ પરિવર્તન નથી આવી રહ્યું. અમેરિકાના નવા સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને પણ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર દબાણ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *