ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરંમ સ્ટેડીયમમાં રમાનારી છે. ભારતીય ટીમના ઉપકપ્તાન અજીંક્ય રહાણે, રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર ચેન્નાઇ પહોંચી ચુક્યા છે.
ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના બાકીના ખેલાડીઓ (આજે)બુધવારે ચેન્નાઇ પહોંચશે. તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે એક સપ્તાહનો ક્વોરન્ટાઇન પીરીયડ પસાર કરવો પડશે. ઇંગ્લેંડ તરફથી બેન સ્ટોક્સ સહિત 15 ઇંગ્લીશ ખેલાડીઓ અને સ્ટાફ ભારત આવી ચુક્યા છે. જ્યારે શ્રીલંકામાં ટેસ્ટ પુર્ણ થઇ જતા આજે બુધવારે બાકીના ઇંગ્લેંડના ખેલાડીઓ ચેન્નાઇ પહોંચશે.
અજીંક્ય રહાણે, રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર મુંબઇથી ચેન્નાઇ પહોંચીને હોટલ પહોંચ્યા છે. જ્યાં બંને ટીમોના સભ્યો બાયો-બબલમાં રહેશે. ભારતીય ટીમના સ્થાનિય મિડીયા અધિકારીએ આ જાણકારી આપી હતી. તામિલનાડુ ક્રિકેટ સંઘના એક અધિકારીએ બતાવ્યુ હતુ કે, બંને ટીમોના ખેલાડી હોટલ લીલા પેલેસમાં છ દિવસ બાયો-બબલમાં રહેશે. તેઓ 2, ફેબ્રુઆરીથા પ્રેકટીશ સેશન શરુ કરી શકશે.
સિરીઝની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીએ રમાનારી છે. ભારતની ટીમ જ્યાં ઓસ્ટ્રેલીયાને તેની જ ધરતી પર 2-1 થી ટેસ્ટ સિરીઝમાં હરાવીને પરત ફરી છે. ત્યાં ઇંગ્લેંડની ટીમ શ્રીલંકાને 2-0 થી ટેસ્ટ શ્રેણીમાં હરાવીને આવી રહી છે.