સુરત શહેરના કડોદરા વિસ્તારના જોલવા ગામ નજીક આવેલી મિલના યુનિટમાં એકાએક ભીષણ આગ લાગી હતી

             

સુરત શહેરના કડોદરા વિસ્તારના જોલવા ગામ નજીક આવેલી મિલના યુનિટમાં એકાએક ભીષણ આગ લાગી હતી, ત્યારે આગ લાગતાં જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના જોલવા ગામ ખાતે આવેલ ગાર્ડન સિલ્ક મિલના એક યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ આસપાસ હાજર રહેલા લોકોમાં ભારે નાસભાગ મચી હતી. જોકે મિલના ફાયર જવાનોએ પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સુરત અને બારડોલી ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ સુરત અને બારડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ત્રણ વિભાગના ફાયર જવાનોએ ભેગા મળી સમગ્ર આગને 2 કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી. સદ્દનસીબે મિલની આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી, ત્યારે વહેલી સવારે લાગેલી આગ પર હાલ સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે. હાલ ઘટના સ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સુરત:ડભારી ગામના દરિયા કિનારે દારૂની મહેફિલનો વિડ્યો થયો વાયરલ ઓલપાડના દરિયા કિનારાની ઘટના

Wed Jan 27 , 2021
Post Views: 11               સુરત:ડભારી ગામના દરિયા કિનારે દારૂની મહેફિલનો વિડ્યો થયો વાયરલ ઓલપાડના દરિયા કિનારાની ઘટના ડભારીના બીચ પર દારૂની બોટલ સાથે ફિલ્મી ડાન્સના દૃશ્યો સાયણ હોમગાર્ડ યુનિટના જવાનો હોવાની ચર્ચા ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરાંની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના […]

Breaking News