પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સુરતના ભવાની સર્કલ પાસે આવેલા શ્રી લબ્ધી પ્રિન્ટ નામના કારખાનામા એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગની 8 ગાડીએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવ્યો હતો.
કાપડનું કારખાનું હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કારખાનામાં રહેલા માલને નુકસાન પહોંચ્યું હતું. જો કે, આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયાં નથી.