પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા ખાતે તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર ઠાકોરભાઈ પટેલ (ઉ.વ.37) કે જેઓ વ્યારા ખાતે રોયલ ઇન્ફિલ્ડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. જે પલસાણાના પૂણી ગામે તેમના પિતાને ત્યાં થોડા દિવસ રહે છે અને થોડા દિવસ વ્યારા ખાતે તેમના મોટા ભાઈને ત્યાં રહે છે. જેઓ બાઇક નંબર જીજે-26-ક્યૂ-3133 લઈ કડોદ માંડવી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કડોદ-મિયાવાડી ગામની સીમમાં રોડ ઉપર તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી.સર્જાયેલા અકસ્માતમાં તેને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે બારડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.