Mon. Mar 8th, 2021
             

ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 323 નવા કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.99 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,61,224 પર પહોંચી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 441 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,53, 368 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3469 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3428 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4387 પર પહોંચ્યો છે. આજે વડોદરા કોર્પોરેશનમાં 65,અમદાવાદ કોર્પોરેશનમાં 63, સુરત કોર્પોરેશનમાં 42, રાજકોટ કોર્પોરેશનમાં 36, વડોદરામાં 13, આણંદ-10,કચ્છ-8 , રાજકોટ 8, ભરૂચ 7, પંચમહાલ 7, ભાવનગર કોર્પોરેશન,મહેસાણા અને મોરબીમાં 5-5 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 2,45, 930 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજથી સરકાર કોરોના વાયરસના બીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *