Sun. Mar 7th, 2021
             

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના સતત ઘટી રહેલા કેસ વચ્ચે સરકારે વેક્સિનેશનનો પ્રથમ તબક્કોપૂર્ણ કરી લીધો છે. હવે આજથી સરકાર કોરોના વાયરસના બીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહી છે. આ તબક્કામાં પ્રથમ તબક્કામાં શામેલ તબીબોની સાથે સાથે બીજા તબક્કાના રસીપાત્ર કર્મચારીઓ જેવા કે ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવશે.

સરકાર દ્વારા આજે રવિવારે 31મી જાન્યુઆરીએ રેકોર્ડબ્રેક વેક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવી છે. આજે રાજ્યમાં કુલ 1 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા આજે એક દિવસમાં એકલાખી વધુ ફ્રન્ટવર્કર્સ અને હેલ્થ વર્કર્સને રસીકરણ આપવાનું સરકારનું મેગા આયોજન છે. ગઈકાલે 30મી જાન્યુઆરીના રોજ રાજ્યના કુલ 579 કેન્દ્રો પર 33,193 વ્યક્તિને રસી આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 2,45,930 વ્યક્તિને એટલે જોકે 50 ટકા હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવી છે.આ રસીકરણમાં એક પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.

આ તબક્કામાં ગૃહ વિભાગના કર્મચારીઓ જેવા કે પોલીસકર્મી, હોમગાર્ડસ, એસઆરપી જવાનો, મહેસુલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ અન્ય કર્મચારી અધિકારીઓને કોરોના રસીકરણ કરવામાં આવશે. રાજ્યમાં ઘટી રહેલા કોરોનાના કેસ વચ્ચે કુલ રિકવરી રેટ 96.99 ટકાએ પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *