ત્યારે અમદાવાદમાં દીપડાની લાશ મળી આવતાં અમદાવાદીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને લોકોમાં દીપડા આવ્યો હોવાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે.
સરખેજ-ગાંધીનગર હાઇવે પર સનાથલબ્રિજ પાસે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત
સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જોતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. સનાથલ બ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. હજી 15 દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે તે ઝરખ હોવાનો બાદમા ખુલાસો થયો હતો.