કોમેડી કિંગ કપિલ શર્મા બીજી વખત બન્યો પિતા

             

એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથનાં ઘરે દીકરાનો જન્મ થયો છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સારા સમાચાર આપ્યા છે. તેણે લખ્યું, ‘નમસ્કાર, વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનના આશીર્વાદથી માતા અને બાળક એમ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. કપિલ શર્માએ જેવા આ ગુડ ન્યૂઝ શેર કર્યા કે તરત જ સેલેબ્સનાં અભિનંદન કમેન્ટ્સનો ઢગલો થઈ ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ખુશખબરી સાંભળીને પેરેન્ટ્સને શુભકામના આપી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે કપિલ શર્માનો કોમેડી શો બંધ થઇ રહ્યો છે. જોકે ચેનલ તરફથી આ વાતની કોઈ પુષ્ટિ થઇ ન હતી. એવું જણાવાઈ રહ્યું છે કે કપિલ શર્માનો શો ટૂંક સમયમાં ઓફ એર થઇ રહ્યો છે અને નવા સીઝન સાથે કમબેક કરશે. કપિલે સોશિયલ મીડિયા પર એક ફેનના સવાલનો જવાબ આપતા કહ્યું કે, શો ઓફ એર એટલા માટે થઇ રહ્યો છે કારણકે તેને પત્ની સાથે ઘરે રહીને પોતાના બીજા બાળકનું સ્વાગત કરવું છે. કપિલ અને ગિન્નીના લગ્ન 12 ડિસેમ્બર,2018ના રોજ જલંધરમાં થયા હતા. ગિન્નીએ 2019માં દીકરી અનાયરાને જન્મ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Budget 2021 से लोगों को निराशा, व्यापारियों ने कहा- छोटे वर्ग के लोगों के लिए कुछ नहीं

Mon Feb 1 , 2021
Post Views: 947               मोदी सरकार के बजर में थोड़ी खुशी, थोड़ा गम वित्त मंत्री निर्मला सीतारमण ने सोमवार को संसद में अपना तीसरा बजट पेश किया। कोरोना के बाद आए इस पहले बजट में स्वास्थ्य और शिक्षा पर तो सरकार की नजर रही […]

Breaking News